અવિનાશ વ્યાસ
From વિકિપીડિયા
અવિનાશ વ્યાસ ગુજરાતી કવિ અને સંગીતકાર છે.
Contents |
[edit] કવિ
અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારો માં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.
[edit] સંગીતકાર
અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતેજ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલીજ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મો માં પણ સંગીત આપ્યું છે. તેમના ઘણાં ગીતો (સુગમ સંગીત અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી જેવા દીગ્ગજોએ ગાયેલાં છે.
[edit] જાણીતી રચનાઓ
અવિનાશ વ્યાસની કેટલીક જાણીતી રચનાઓ આ છે.
[edit] ગરબા
- માડી તારું કંકુ ખર્યું
- મા આવતી હશે કે આવી ગઇ
[edit] ગઝલ
- કહું છું જવાની ને
[edit] ગીતો
- રાખનાં રમકડા
Categories: સાહિત્ય સ્ટબ | કલા | સાહિત્ય | વ્યક્તિત્વ