અમદાવાદ
From વિકિપીડિયા
આ લેખ અમદાવાદ શહેર નો છે. અમદાવાદ આ શહેરને સમાવતા જીલ્લાનું નામ પણ છે.
અમદાવાદ | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
૧,૩૦૦ km² - ૫૩ m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી (૨૦૦૬) - ગીચતા - મેટ્રો વિસ્તાર (૨૦૦૬) |
૩,૭૬૯,૮૪૬ - ૩,૯૭૮/કીમી² - ૫,૦૮૦,૫૬૬ (૭મો) |
મેયર | અમિત શાહ |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 380 0XX - +૦૭૯ - GJ-1 |
અમદાવાદ ગુજરાત રાજયનું સૌથી મોટું નગર છે અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમા આશરે બાવન લાખ (૫૨,૦૦,૦૦૦) લોકો રહે છે. અમદાવાદ કર્ણાવતીના નામે પણ ઓળખાય છે.અમદાવાદ શહેર અમદાવાદ જીલ્લાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદ શહેર ગુજરાતનું પહેલુ પાટનગર હતુ.
આ શહેર પંદરમી સદીમા સુલતાન અહમદશાહ દ્વારા સાબરમતી નદી ના કિનારે સ્થાપવામા આવ્યું હતું. ઐતીહાસીક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેચાયેલું છે. જૂનું શહેર જે પૂર્વ દિશામાં આવેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વસેલ છે. જૂનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે.
વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગીક કેન્દ્ર છે, જેમા રંગ રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. આથી અમદાવાદને પૂર્વનુ માંચેસ્ટર પણ કહેવાય છે.
અમદાવાદનુ હવામાન સુકું અને ગરમ છે.
[edit] જોવાલાયક સ્થળો
- ગાંધી આશ્રમ
- કાંકરિયા તળાવ
- હઠીસિંહ ના દેરા
- અડાલજ ની વાવ
- સીદીસૈયદ ની જાળી
- ઝૂલતા મિનારા
- ઈસરો
- ઇસ્કોન્ મન્દિર્
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |