સુરત
From વિકિપીડિયા
સુરત | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - સુરત |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
200 km² - 13 m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી (2005) - ગીચતા |
4,505,000 - 18,355 Persons/કીમી² |
મેયર | ડૉ. કનુભાઇ માવાણી |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 395 0xx - +0261 - GJ-05 |
સુરત(Surat) દક્ષીણ ગુજરાત(Gujarat)નું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ (latitute) તથા ૭૨.૮૩° પૂ રેખાંશ (longitude) છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી 14 માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.
Contents |
[edit] ઈતિહાસ
સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમુ) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ અને ડાઈંગનો છે. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી (જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે) અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.
[edit] ભૌગોલીક સ્થાન
સુરત તાપી નદીના કિનારે વસેલુ એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધો ના કારણે હાલનુ બંદર ખુબજ નાનુ થઈ ગયુ છે. જે હજીરા પાસે આવેલ છે.સુરતની આસપાસ ભરુચ્, નર્મદા, નવસરી અને ડાંગ જીલ્લા આવેલા છે.જ્યારે પશ્ચિમમાં અરબ સાગર આવેલ છે. નક્શા મુજભ સુરત ૨૧.૧૭°ઉ.અક્ષાંશ અને ૭૨.૮૩°પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
[edit] આઝાદી પછી
આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વિજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ્ નહિ પણ્ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસીત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરન્તુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનુ બીજા નબરનુ સ્વચ્છ શહેર છે.
[edit] આજનું સુરત
૯૦ના દાયકામાં અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદીના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રૉગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એકજ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનીસીપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
બીજીવાર (૧૧ ઓગસ્ટ ૨૦૦૬)અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આ઼ખુ શહેર પાણીમા ડુબેલુ હ્તુ.આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાસક પુર હતુ. આ વિનાસક રેલમા સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન્ થયુ હતુ.
કદાચ અંગ્રેજોની પહેલી કોઠીના સ્થાનને લીધે સુરતને આજે પણ એક સાવકા પુત્ર તરીકે રખાય છે. વર્ષૉથી ચાલતા અભિયાન છતાં શહેરી વ્યવસ્થા ઘણી ઓછી છે. અને આખા વિશ્વમાં ૩૦ લાખની વસ્તી વાળું સુરત એકજ એવું શહેર છે જ્યાં આજેય એરપોર્ટ નથી. હાલમાં ભારત સરકારે આ બાબતે સકિ્યપણે વિચારે છે. રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કૉઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.
[edit] હવામાન
- શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ ૧૨° સેં.
- ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨° સેં., અલ્પતમ ૨૪° સેં.
- વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : ૯૩૧.૯ મીમી
[edit] વહિવટ
સુરતનો રાજકિય વહિવટ સુરત મહાનગર પાલિકા દ્વારા ચાલે છે.
સુરત મહાનગર પાલિકા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં આવે છે.
સુરત મહાનગર પાલિકા
સુરત શહેરની જાણકારી માટે
સ્માર્ટસુરત.કોમ
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
ંં